Sunday, November 17, 2019

ગુજરાતી કવિતા: જરૂરી નથી

તને ગમે એ બધું જ મને ગમે જરૂરી નથી,
પણ મને ન ગમે એ અશક્ય પણ નથી.
તારા વગર મુશ્કેલ કઈ નથી,
પણ કદાચ શક્ય પણ કઈ નથી.
તારા માટે દુનિયા સામે લડી લવ જરૂરી નથી,
પણ તું મળે તો મને પણ ન બદલું એ જરૂરી નથી.
હા ખબર છે કે નવી શરૂઆત સહેલી નથી,
પણ તારો સાથ હશે તો અઘરી પણ નથી.
તને પ્રેમ કરું એ જ ફક્ત પૂરતું નથી,
પણ ફક્ત પ્રેમ થી પેટ ભરાતું પણ નથી.
પેલી સપના ની વાતો કરતો પ્રેમી હું નથી,
પણ તારા સ્વપ્નાઓ પુરા ન કરું એટલો કાયર પણ નથી.
-અભિજીત મહેતા

Books authored by Mr. Abhijeet Mehta

















No comments:

Post a Comment