તારીખ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭
“कर्मणये वाधिकारस्ते मां फलेषु कदाचन । मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्वकर्मणि” ।।
સહુ ભક્તોને નવલા નોરતા ના જય અમ્બે…
નવરાત્રી ચાલુ છે અને ગીતા ના શ્લોક લખુ એ થોડુ અજુક્તુ લાગે પરંતુ આજે મારે વાતજ કાંઇક એવી કરવી છે. નવરાત્રી એટલે હોમ-હવન અને પૂજાપાઠ નો તહેવાર, પણ આજે એનો અર્થ કાંઇક અલગજ થઇ ગયો છે. એ બધી વસ્તુ માં મારે અત્યારે ઉંડુ નથી ઉતરવુ.
હું આજે તમને અમારા ગામ એટલકે ઐતીહાસીક શહેર વઢવાણની વાત કરવા જઇ રહ્યો છુંં. પાર્ટીપ્લોટ અને સંગીત ના જુમબરાબરજુમ વચ્ચે અમારુ ગામ એવુ છે જ્યાં આજે પણ શેરી ગરબી ખુબજ હોંશ થી થાય છે. શેરી ગરબી ની અમુક ખાસીયત હોય છે જેમ કે…..અહીં દરેક વ્યક્તી પોતાની મરજીથી કામ કરતો હોય, જેમ કે કોઇ ગરબા ગવડાવતુ હોય તો એના બદલા માં કોઇ ભેટ સોગાદ ના મળતી હોય, એવીજ રીતે લાઇટનું ડેકોરેશન કે ઇન્સટ્રુમેન્ટ વગાડવા વાળાને પણ કાંઇ ન મળતુ હોય છતાંય એ દરેક વ્યક્તી પોતાની હોંશથી કામ કરતા હોય.
આજે હોંશ શબ્દદરહ્યો એનુ કદાચ અંગ્રેજી શક્ય નથી કારણકે એ એક ભાવ છે..એક લાગણી છે અને એને અનુભવવી પડે. આજે જ્યારે સેવાની અને નવરાત્રીની વાત નીકળીજ છે ત્યારે મને એક સરસ ઉદાહરણ યાદ આવે છે.
અમારા ગામમાં અને એમા પણ વાઘેશ્વરી ચોક માં વર્ષો થી પૌરાણીક ગરબી થાય છે જ્યાં તબલા સીવાય કોઇજ સાધન વપરાતુ નથી અને કોઇ પ્રકાર ના માઇક કે સ્પીકર નો પણ ઉપયોગ નથી થતો. આ ગરબીની હજી એક ખાસીયત છે કે અહીં ફક્ત પુરુષોજ ગરબા કરે છે.
અમારી આ ગરબીમાં અમે લોકો શાંતીથી અને વ્યવસ્થીત ગરબા ગાઇ શકીએ માટે રેતી નાખવામાં આવે છે (હા એ વાત અલગ છે કે આ વખતે કોઇપણ પ્રકારની રેતી નથી કારણકે અહીં ખુબજ સરસ રસ્તો બનાવી આપ્યો છે) અને આ રેતીમાં અને પ્રકાર ના કાંકરા પણ હોય. અમારે ત્યાં એક ખુબજ સેવાભાવી પુરુષ છે જેમનુ નામ અતુલભાઇ શુક્લ છે. અતુલભાઇ ખુબજ સામાન્ય માણસ છે પણ નવરાત્રી પર તેમના દ્વારા કરવા માં આવતી સેવા ને કોઇ સાથે તોલી ના શકાય.
અતુલભાઇ સાંજે પોતાના કામ માંથી નવરા પડે એટલે રેતી માંથી પત્થર વીણવા લાગે અને પછી આખી રેતી માં પણી છંટી આપેપત્ય. પત્થર વીણવા અને પાણી છાંટવા નું કામ તો કદાચ કોઇક બીજુ પણ કરી શકે પણ અતુલભાઇ તો આ કામ પત્યા પછી કચરો વીણવાનું, માવા ના કાગળ વીણવાનું અને બીજી બીનજરૂરી ચીજ વસ્તુઓ ભેગી કરવાનું કામ પણ કરે.
જ્યારે તમને કાંઇક પુરસ્કાર કે કોઇ ચીજ થી સન્માનીત કરવાના હોય અને તમે આવા કામ કરો તો બરોબર પણ જ્યારે કશુંજ ન મળવાનું હોય અને છતાંય આટલી હોંશ થી કામ કરવામાં આવે ત્યારે ખરેખર એ વ્યક્તી પ્રત્યે માન વધી જાય. અમારા સમાજે ઘણા લોકોને ઇનામ અને પ્રોત્સાહન આપેલા પણ વર્ષો થી સેવા કરતા અતુલભાઇને કોઇ સન્માન મળેલુ નથી. કદાચ એ વ્યક્તી કોઇ માન-સન્માન માટે કામ નથી કરતો પણ એમના કામ ને આપણે અવગણી ના શકીએ.
હું એમને કોઇ ભેટ આપવા જેટલો કાબેલ નેથી પણ મારો આ આર્ટીકલ એમના જેવા શ્રેષ્ઠ પુરુષ ને અર્પણ કરતા હર્ષ ની લાગણી અનુભવુ છું.
જો કોઇ પણ કામ પાછળ તમે કશુંક માંગતા અથવા તો પાછુ મળવાની ઇચ્છા રાખતા હોય તો ક્રુપા કરીને એને સેવા ના કહેવી.
Source: https://abhijeetmehta.wordpress.com/2017/09/25/seva-paramo-dharma/
No comments:
Post a Comment