સરકાર એ તારી ચિતા તૈયાર રાખી છે,
અમીરો ને ઘર માં રાખી,
મજૂરો ને લાત મારી છે.
વિદેશ થી હૂંડિયામણ આવે છે,
લાકડું તારા માટે મોંઘુ છે,
મિત્રો ની કંપની માં રોજ નિવેશ આવે છે,
'ને તારે ભૂખ્યાં પેટ લાંબી સફર ખેડવાની છે.
આ પ્રાઇવેટ કંપની નોકરી નહીં,
ભણેલા મજૂરો પાસે મજૂરી કરાવે છે,
ભણતર તો તું ક્યાં લેવા જવાનો?
સરકારી નિશાળ ના નળીયા ફૂટેલ છે.
ઇ ગાડી માં ફરી હેલિકોપટર થી ફૂલ વરસાવે છે,
તું છાનોમુનો ઝાડ નીચે રહી લે જે,
હવે કોરોના નું ફંડ આવી ગયું છે,
એને આવતી ચૂંટણી માં મત સામે માંગી લે જે.
કરોડો ની હોળી થાય તો હું કહું એમાં જ બળી જજે,
છોકરા ને બાવળ ના ઠુઠા ની કમાણી આપી દે જે.
સરકાર સરકાર ના કર તું,
હવે વડવાઈ વીંટાળી ગળે ફાંસો ખાઈ લે જે.
- અભિજીત મેહતા
No comments:
Post a Comment